વરુણ ચક્રવર્તીએ ICC રેન્કિંગમાં મચાવી ધમાલ, એકસાથે 110 ખેલાડીઓને પાછળ છોડી દીધા
ટીમ ઈન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને લેટેસ્ટ ICC T20 રેન્કિંગમાં સૌથી વધુ ફાયદો થયો છે. તેણે રેન્કિંગમાં 100થી વધુ સ્થાનની છલાંગ લગાવી છે. તમને જણાવી દઈએ કે, વરુણ ચક્રવર્તીએ સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સિરીઝમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે.
1 / 5
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે હાલમાં જ તાજેતરની T20 રેન્કિંગ જાહેર કરી છે. ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીએ આ રેન્કિંગમાં મોટો ફાયદો કર્યો છે. તે હાલમાં ટીમ ઈન્ડિયા સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 4 T20 મેચ રમાઈ રહી છે.
2 / 5
વરુણ ચક્રવર્તીએ શ્રેણીની પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના કારણે તેને તાજેતરની T20 રેન્કિંગમાં 100થી વધુ સ્થાનનો ફાયદો થયો છે. તમને જણાવી દઈએ કે, વરુણ ચક્રવર્તી તાજેતરમાં જ ત્રણ વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યો છે અને હવે તે ICC રેન્કિંગમાં તરંગો બનાવી રહ્યો છે.
3 / 5
ટીમ ઈન્ડિયાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ બોલરોની તાજેતરની T20 રેન્કિંગમાં 110 સ્થાનની છલાંગ લગાવી છે. વરુણ ચક્રવર્તીના હવે 459 રેટિંગ પોઈન્ટ છે અને તે 110 સ્થાનની છલાંગ લગાવીને 64માં સ્થાને પહોંચી ગયો છે. તે હવે હાર્દિક પંડ્યા સાથે સંયુક્ત રીતે આ નંબર પર છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાનો યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ એક સ્થાનની છલાંગ લગાવીને સાતમાં નંબર પર પહોંચી ગયો છે. આ સિવાય ઈંગ્લેન્ડ ટીમનો લેગ સ્પિનર આદિલ રાશિદ નંબર વન પર યથાવત છે.
4 / 5
વરુણ ચક્રવર્તીએ સાઉથ આફ્રિકા વિરૂદ્ધ T20 સિરીઝની પ્રથમ મેચમાં 3 વિકેટ લીધી હતી. આ સાથે જ બીજી મેચમાં તેણે પોતાની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ સ્પેલ ફેંક્યો હતો. તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન જ ખર્ચ્યા અને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા. આ તેની કારકિર્દીની પ્રથમ 5 વિકેટ હતી. આ સાથે, તે T20I મેચમાં 5 કે તેથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય સ્પિનર બન્યો. આ સિવાય તે દક્ષિણ આફ્રિકા સામે 5 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બન્યો હતો.
5 / 5
સંજુ સેમસને પણ ICC T20 રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીની પ્રથમ મેચમાં સદી ફટકારી હતી. જો કે તે બીજી મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો, તેમ છતાં તે T20 રેન્કિંગમાં છલાંગ લગાવવામાં સફળ રહ્યો છે. સાઉથ આફ્રિકા ટી20 સીરીઝની શરૂઆત પહેલા સંજુ સેમસન આઈસીસી ટી20 રેન્કિંગમાં 66મા ક્રમે હતો. પરંતુ હવે તે 27 સ્થાનના છલાંગ સાથે 39મા નંબરે પહોંચી ગયો છે. (All Photo Credit : PTI / BCCI)