
વૈષ્ણવી અંડર 19 ટી20 વર્લ્ડકપ 2025માં હેટ્રિક લેનારી પ્રથમ ખેલાડી છે. તેમજ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં માત્ર 3 ખેલાડીએ આ કારનામું કર્યું છે. ભારત તરફથી પહેલી વખત કોઈ ખેલાડીએ આ કારનામું કર્યું છે.

ભારતીય ટીમે મલેશિયાને માત્ર 31 રનમાં ઓલઆઉટ કર્યું હતુ. મલેશિયાની ટીમ માત્ર 14.3 ઓવર સુધી ક્રિઝ પર રહી હતી. મલેશિયાની કોઈ પણ ખેલાડી ડબલ આંકડામાં રન બનાવી શકી ન હતી. તો 4 ખેલાડી તો ખાતું પણ ખોલી શકી ન હતી. વૈષ્ણવી શર્મા ગ્વાલિયરની રહેવાસી છે.

19 વર્ષીય ખેલાડીનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો અને તે ચંબલ પ્રદેશમાંથી રમનાર પ્રથમ ક્રિકેટર પણ છે. તેમણે 2022-23માં જુનિયર ડોમેસ્ટિક સિઝનમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી પણ જીતી છે. વૈષ્ણવીએ માત્ર પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.