
વૈભવ સૂર્યવંશીની આ તોફાની ફિફ્ટીમાં 12 બાઉન્ડ્રીનો સમાવેશ થાય છે. તેણે 8 ચોગ્ગા ઉપરાંત ચાર છગ્ગા પણ ફટકાર્યા હતા. વૈભવે આ સિઝનથી વિજય હજારે ટ્રોફીમાં એન્ટ્રી લીધી હતી અને તે લિસ્ટ-A ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો હતો.

વૈભવ સૂર્યવંશીને IPL ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. સૂર્યવંશી IPLમાં વેચાયેલો સૌથી યુવા ખેલાડી પણ છે. આ પહેલા પણ જ્યારે તેને IPL ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો હતો. તેને 13 વર્ષ અને 242 દિવસની ઉંમરે હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હતો. (All Photo Credit : PTI / GEETY / X)