Nirupa Duva |
Dec 22, 2024 | 1:54 PM
આઈપીએલ 2025ના મેગા ઓક્શનથી રાજસ્થાન રોયલ્સે 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને ખરીદી પોતાને સાથે જોડ્યો છે. ત્યારબાદ તમામ ચાહકના મનમાં સવાલ આવી રહ્યો છે કે, આખરે રાજસ્થાનના આ યુવા ખેલાડીનું પ્રદર્શન કેવું છે. હાલમાં વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે.
હાલમાં ભારત માટે અંડર-19 વર્લ્ડકપમાં પણ વૈભવ સૂર્યવંશી રમતા જોવા મળ્યો હતો. તે પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સફર રહ્યો હતો.વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ બેટથી કાંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તે 4 રન બનાવી આઉટ થયો હતો.
હાલમાં ભારત માટે અંડર-19 વર્લ્ડકપમાં પણ વૈભવ સૂર્યવંશી રમતા જોવા મળ્યો હતો. તે પોતાની બેટિંગથી પ્રભાવિત કરવામાં સફળ રહ્યો હતો.વિજય હજારે ટ્રોફીમાં પોતાની પહેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ બેટથી કાંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. તે 4 રન બનાવી આઉટ થયો છે.
વૈભવ સૂર્યવંશીની ઉંમર હાલમાં 13 વર્ષ 269 દિવસ છે. તેમણે અલી અકબરના રેકોર્ડને તોડી નાંખ્યો છે. અલી અકબરે 1999/2000 સીઝનમાં વિદર્ભ માટે લિસ્ટ એમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યારે તેની ઉંમર 14 વર્ષ 51 દિવસની હતી.
અંડર-19 એશિયા કપ 2024માં વૈભવ સૂર્યવંશીએ કમાલનું પ્રદર્શન કર્યું હતુ. તેમણે 5 મેચમાં 176 રન બનાવ્યા હતા. જેમાં 2 અડધી સદી સામેલ છે.તે ટૂર્નામેન્ટમાં ભારત માટે બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.