
રાજપૂતે આ પહેલા 2016-17માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટેસ્ટ ટીમનો દરજ્જો આપવામાં આવ્યા બાદ અફઘાનિસ્તાનનું કોચિંગ કર્યું હતું. તેમણે ઝિમ્બાબ્વે પુરૂષ ક્રિકેટ ટીમ સાથે 2018 થી 2022 દરમિયાન કામ કર્યું અને ઓસ્ટ્રેલિયામાં 2022 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરવામાં મદદ કરી.

આ અંગે લાલચંદ રાજપૂતે અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- આ રોમાંચક ભૂમિકા માટે મને નિયુક્ત કરવા માટે હું અમીરાત ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું. યુએઈ તાજેતરના વર્ષોમાં મજબૂત ટીમ ઉભરી આવી છે. ખેલાડીઓએ ODI અને T20 બંનેમાં સારું પ્રદર્શન કર્યું છે. વર્તમાન ટીમમાં શાનદાર ખેલાડીઓ છે. હું તેમની સાથે કામ કરવા અને ક્રિકેટ કુશળતાને આગળ વધારવા માટે ઉત્સુક છું.