
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈક ડેનિસે ટેસ્ટ શ્રેણીની વચ્ચે આવો નિર્ણય લીધો હતો. 1974માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર એશિઝ શ્રેણીમાં ટીમ સતત 2 ટેસ્ટ હારી હતી અને ત્રીજી મેચ ડ્રો રહી હતી. ત્રણેય ટેસ્ટમાં ડેનિસનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. આવી સ્થિતિમાં, ટીમના કલ્યાણ માટે તેમણે પોતાને ચોથી ટેસ્ટમાંથી બહાર કરી દીધા. જો કે ઈંગ્લેન્ડ હજુ પણ હારી ગયું હતું, પરંતુ તેઓએ એક દાખલો બેસાડ્યો હતો. તેઓ પાંચમી અને છઠ્ઠી ટેસ્ટ માટે પરત ફર્યા અને ઈંગ્લેન્ડ ઓછામાં ઓછી એક મેચ જીતવામાં સફળ રહ્યું હતું.

2019માં પ્રથમ વખત ઈંગ્લેન્ડને ODI વર્લ્ડ કપ જીતાડનાર અનુભવી કેપ્ટન ઈયોન મોર્ગન પણ આ યાદીમાં સામેલ છે. જો કે મોર્ગને પોતાને પડતો મૂક્યો ન હતો, પરંતુ 2021 T20 વર્લ્ડ કપ પહેલા તેણે નિશ્ચિતપણે કહ્યું હતું કે જો તેનું ફોર્મ નહીં સુધર્યું તો તે પોતે જ ખસી જશે. જોકે તે વર્લ્ડ કપ રમ્યો હતો. આ પછી પણ જ્યારે મોર્ગનના પ્રદર્શનમાં સુધારો ન થયો તો તેણે પોતે T20 વર્લ્ડ કપ 2022 પહેલા નિવૃત્તિની જાહેરાત કરી અને ટીમથી અલગ થઈ ગયો. તે જ વર્ષે ઈંગ્લેન્ડે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. (All Photo Credit : PTI / X / ESPN)