
જો આપણે T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની ટીમ પર નજર કરીએ, તો પહેલીવાર મેગા ઇવેન્ટ માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાં ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, રિંકુ સિંહ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે.આ ખેલાડીઓ પાસે પોતાને આ મેગા ઈવેન્ટમાં સાબિત કરવાની સુંદર તક છે.

આ સિવાય ઈશાન કિશન પાસે પણ એક મોટી તક છે. જે 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્કવોડમાં સામેલ થયો છે. તે વર્ષ 2021ની ટી20 વર્લ્ડકપ રમી ચૂક્યો છે.આ સિવાય બધાની નજર ઓપનિંગ બેટસમેન અભિષેક શર્મા પર રહેશે.

ટી20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની વાત કરીએ તો સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, સંજુસેમસન, તિલક વર્મા, હાર્દિક પંડ્યા,શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ,અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, વોશિંગ્ટન સુંદર , ઈશાન કિશન