
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 સીરિઝની ધમાકેદાર શરુઆત થઈ ચૂકી છે. નાગપુરમાં રમાયેલી પહેલી મેચમાં રનના ઢગલા થયા હતા. ભારતે ન્યુઝીલેન્ડને હાર આપી હતી.

પરંતુ શું તમે જાણો છો કે, ભારત-ન્યુઝીલેન્ડ ટી20- સીરિઝમાં જે ટ્રોફી માટે બંન્ને ટીમ આમને સામે છે. તે કઈ વસ્તુથી બનાવવામાં આવી છે. તો આ ટ્રોફી બેટ અને બોલ બંન્નમાંથી બનાવવામાં આવી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ ટી20 સીરિઝમાં જીતનારી ટીમ જે ટ્રોફી ઉઠાવશે. તે કોઈ મેટલથી બની નથી પરંતુ બોલ અને બેટને રિસાઈકલ કરી બનાવવામાં આવી છે.

બીસીસીઆઈએ જૂના બેટના લાકડા અને બોલના ચામડાનો ઉપયોગ કરીને ટી20આઈ ટ્રોફી બનાવી છે. આ ટ્રોફી આછા ભૂરા અને મરૂન રંગની છે.

T20 સીરિઝની ટ્રોફીનો આછો ભૂરો અને મરૂન રંગ તેમાં જૂના બેટના લાકડા અને બોલના ચામડાના ઉપયોગને કારણે છે. (All Photo: PTI)

ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં સૂર્યકુમાર યાદવ 22 બોલમાં 32 રન બનાવીને આઉટ થયો હતો, જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો.