
ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવીન્દ્ર જાડેજા ટોચ પર છે. તેણે 10 મેચમાં 16 વિકેટ લીધી છે. બીજા નંબર પર 9 મેચમાં 15 વિકેટ ઝહીર ખાન અને ત્રીજા નંબરે 16 મેચમાં 14 વિકેટ સાથે સચિન તેંડુલકર આ લિસ્ટમાં ટોપ 3 બોલર્સમાં સામેલ છે.

ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન શિખર ધવન છે. ધવને ચેમ્પિયન્સ ટ્રોફીની 10 મેચમાં 701 રન બનાવ્યા છે. તેણે ત્રણ સદી અને ત્રણ અડધી સદી પણ ફટકારી છે. બીજા નંબર પર 13 મેચમાં ત્રણ સદી અને ત્રણ અડધી સદીની મદદથી 665 રન સાથે સૌરવ ગાંગુલી અને ત્રીજા નંબર પર 19 મેચમાં 6 અડધી સદીની મદદથી 627 રન સાથે રાહુલ દ્રવિડ ટોપ 3 સૌથી સફળ બેટ્સમેન રહ્યા છે. (All Photo Credit : PTI / GETTY)