
વરુણ એરોને તેની નિવૃત્તિને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે કહ્યું, 'છેલ્લા 20 વર્ષથી હું ફાસ્ટ બોલિંગ જીવી રહ્યો છું અને શ્વાસ લઈ રહ્યો છું. આજે હું સત્તાવાર રીતે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. આજે હું એવી વસ્તુને વિદાય આપી રહ્યો છું જે મને હંમેશા ગમતી હતી. હવે હું જીવનની નાની નાની ખુશીઓ તરફ આગળ વધવા માંગુ છું. જોકે, હું હંમેશા આ ગેમ સાથે જોડાયેલ રહીશ. ફાસ્ટ બોલિંગ મારો પહેલો પ્રેમ રહ્યો છે, જોકે હવે હું મેદાનથી દૂર જઈ રહ્યો છું. પરંતુ તે હંમેશા મારા જીવનનો એક ભાગ બની રહેશે.

વરુણ એરોને 2008માં ફર્સ્ટ ક્લાસ મેચથી ડોમેસ્ટિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2011માં તેણે ભારત માટે વનડે અને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ટીમ ઈન્ડિયા માટે માત્ર 9 ટેસ્ટ જ રમી શક્યો હતો, જેમાં તેણે 52.61ની એવરેજથી 18 વિકેટ ઝડપી હતી. તેણે 9 ODI મેચમાં 38.09ની એવરેજથી 11 વિકેટ લીધી હતી. એરોને 66 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 173 વિકેટ, 88 લિસ્ટ A મેચોમાં 141 વિકેટ અને 95 T20 મેચોમાં 93 વિકેટ ઝડપી હતી. IPLમાં, તે દિલ્હી, બેંગ્લોર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. (All Photo Credit : ESPN)