T20 World Cup 2024 : T20I ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું કે, 6 ખેલાડીઓ એક જ સ્ટાઈલમાં આઉટ થયા
નામીબિયા અને ઓમાન વચ્ચે રમાયેલી મેચ શાનદાર જોવા મળી હતી. આ મેચમાં એક નવો રેકોર્ડ પણ બન્યો છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે, એક ટીમના એક, બે નહિ પરંતુ કુલ 6 ખેલાડીઓ એક જ સ્ટાઈલમાં આઉટ થયા છે.
1 / 5
ટી 20 વર્લ્ડકપ 2024માં શર્મનાક રેકોર્ડ બની રહ્યા છે. ઓમાનની ટીમે હાર સાથે એક રેકોર્ડ પોતાને નામ કરી લીધો છે. ટી20 વર્લ્ડકપની બીજી સુપર ઓવર આજે રમાઈ હતી.
2 / 5
ટી20 વર્લ્ડકપ 2024 શરુ થઈ ચુક્યો છે, ટી20 વર્લ્ડકપની ત્રીજી મેચ નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં નામીબિયાએ સુપર ઓવરમાં ઓમાનને ધુળ ચટાવી છે. 109 રન પર મેચ ટાઈ થયા બાદ નામીબિયાએ સુપર ઓવરમાં ઓમાન સામે જીત માટે 22 રનનો ટાર્ગેટ રાખ્યો હતો.
3 / 5
જેની સામે ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. ટી20 વર્લ્ડકપમાં 12 વર્ષ બાદ કોઈ મેચનું પરિણામ સુપર ઓવરમાં સામે આવ્યું છે. આ મેચમાં એક વધુ રેકોર્ડની પણ ચર્ચા થઈ રહી છે. ઓમાનની ઈનિગ્સ દરમિયાન કુલ 6 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થયા છે. ટી20 ક્રિકેટમાં આ એક વર્લ્ડ રેકોર્ડ છે.
4 / 5
T20I ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે, જ્યારે એક ઈનિગ્સમાં 6 ખેલાડી એલબીડબલ્યું આઉટ થયા છે. આ પહેલા 3 વખત આવું થયું છે. જ્યારે એક ઈનિગ્સમાં 5-5 બેટ્સમેન એલબી ડબલ્યુ આઉટ થયા છે. જેમાં નેધરલેન્ડનું નામ 2 વખત સામેલ છે પરંતુ 6 ખેલાડી એલબીડબલ્યુ આઉટ થવાની આ ઘટના પહેલી છે.
5 / 5
નામીબિયાને સુપર ઓવરમાં એકલા દમ પર મેચ જીતાડનાર ડેવિડે પહેલા બેટિંગ કરી 21માંથી 13 રન આ ખેલાડીએ બનાવ્યા હતા.ત્યારબાદ તેમણે આ સ્કોરને પુરો કરવા માટે 1 વિકેટ લીધી હતી. ડેવિડના આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યો છે.