
આમ કુલ 16 રન આપી દીધા હતા. ઓવરના બીજા લીગલ બોલ પર કોઈ રન આવ્યો ન હતો પરંતુ તે ફ્રી હીટ હતી. ત્રીજા અને ચોથા બોલ પર ચોગ્ગો લાગ્યો હતો. પાંચમા અને છઠ્ઠા બોલ પર સિક્સ આવી આવી રીતે આ ઓવરમાં કુલ 36 રન આવ્યા હતા.

અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં વેસ્ટઈન્ડિઝના ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું, નિકોલસ પુરને 53 બોલમાં 98 રન બનાવ્યા જેમાં 6 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ હતી. સાઈ હોપે 25 રન અને કેપ્ટન રોવમૈન પોવલે 26 રનનું યોગદાન આપ્યું હતુ. આ ખેલાડીઓની મદદથી વેસ્ટઈન્ડિઝની ટીમે 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા.