
હરમનપ્રીતે પહેલા જેમિમાહ રોડ્રિગ્સ સાથે અને પછી રિચા ઘોષ સાથે મળીને આ ઈનિંગ્સને સંભાળી હતી. એકવાર તેની આંખો સ્થિર થઈ, તેણે હુમલો કરવાનું શરૂ કર્યું. તેણે 140ના સ્ટ્રાઈક રેટથી 47 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને એક સિક્સ પણ ફટકારી હતી. ભારતીય ટીમને રિચા ઘોષના રૂપમાં વધુ એક 'ધોની' પણ જોવા મળ્યો.

છેલ્લી ઓવરમાં ધોનીની જેમ તેણે ભારતીય દાવને શાનદાર રીતે પૂરો કર્યો. તેણે માત્ર 29 બોલમાં 64 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સ પણ સામેલ હતી. તેણે 20મી ઓવરમાં 5 ચોગ્ગા ફટકાર્યા, જેના કારણે ભારતે મહિલા એશિયા કપમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો પોતાનો રેકોર્ડ બનાવ્યો. ટીમની વિસ્ફોટક બેટિંગ બાદ બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે યુએઈના બેટ્સમેનોને પ્રથમ ઓવરથી જ બાંધી રાખ્યા હતા. કોઈપણ બોલરે હાથ ખોલવાની તક આપી ન હતી, જેના કારણે 202 રનનો પીછો કરવા ઉતરેલી UAEની ટીમ પર દબાણ વધી ગયું હતું.
Published On - 8:34 pm, Sun, 21 July 24