ટ્રેવિસ હેડ માટે ચેન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે થઈ જોરદાર ટક્કર, અંતે સનરાઈઝર્સ હૈદરાબાદે મારી બાજી

|

Dec 19, 2023 | 2:08 PM

ટ્રેવિસ હેડ 6.80 કરોડમાં હૈદરાબાદમાં સામેલ થયો છે.સનરાઈઝર્સ હૈદરાબાદે વર્લ્ડ કપ ચેમ્પિયન ખેલાડીને 6.80 કરોડમાં ખરીદ્યો છે.હેડે વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવ્યું હતું.

1 / 5
ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારત સામે શાનદાર સદી ફટકારીને ભારતીય ચાહકોના દિલ તોડી નાખ્યા હતા. ટ્રેવિસ હેડે સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને છઠ્ઠી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું હતું. ડાબોડી બેટ્સમેને છેલ્લી મેચમાં 120 બોલમાં 15 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 137 રન બનાવ્યા હતા.

2 / 5
ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે બિડિંગની શરૂઆત કરી હતી. આ પછી ચેન્નાઈ સુપર કિંગ્સે પણ પોતાની કિંમત રાખી હતી. CSKએ 6.60 કરોડની છેલ્લી બોલી લગાવી હતી. પરંતુ આ પછી તેને સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.

3 / 5
 હૈદરાબાદે હેડને 6.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.હૈદરાબાદે વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનાર હેડને ખરીદ્યો છે.70 ખેલાડીઓની 10 અલગ-અલગ સેટમાં હરાજી કરવામાં આવશે. પ્રથમ સેટ કેપ્ટન બેટ્સમેનોનો હશે. એટલે કે એવા બેટ્સમેન જેઓએ પોતાના દેશ માટે ઓછામાં ઓછી એક મેચ રમી હોય.

4 / 5
હેડે વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ચેમ્પિયન બનાવ્યું હતું. ત્યારથી તેના પર આઈપીએલમાં મોટી રકમ પર બોલી લાગી તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા.

5 / 5
ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ટ્રેવિસ હેડ હતો જેણે મેચ વિનિંગ સદી ફટકારી હતી.ટ્રેવિસ હેડે 2016માં ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. હેડે 2016માં ટી20 ઈન્ટરનેશનલ અને ઓડીઆઈ ડેબ્યૂ કર્યું હતું. હેડે 2018માં પાકિસ્તાન સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

Next Photo Gallery