39 વર્ષથી અતૂટ છે સુનીલ ગાવસ્કરનો આ મહારેકોર્ડ, કોઈ ભારતીય નજીક પણ પહોંચી શક્યો નથી

ભારતીય ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરે પોતાના કરિયરમાં અનેક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ એક એવો રેકોર્ડ આજે પણ અતૂટ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનો અનોખો રેકોર્ડ છેલ્લા 39 વર્ષથી કોઈ ભારતીય ક્રિકેટર તોડી શક્યો નથી. સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી.

| Updated on: Jul 10, 2026 | 8:30 PM
1 / 6
ભારતીય ક્રિકેટના મહાન ઓપનર સુનીલ ગાવસ્કર આજે પણ અનેક રેકોર્ડ માટે યાદ કરવામાં આવે છે. તેમના નામે નોંધાયેલો એક અનોખો ટેસ્ટ રેકોર્ડ હજુ સુધી કોઈ ભારતીય તોડી શક્યો નથી.

2 / 6
1975 થી 1987 દરમિયાન ગાવસ્કરે ભારત માટે સતત 106 ટેસ્ટ મેચ રમી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં સતત 100 થી વધુ ટેસ્ટ રમનાર તેઓ એકમાત્ર ખેલાડી છે.

3 / 6
આ યાદીમાં રાહુલ દ્રવિડ બીજા ક્રમે છે. દ્રવિડે સતત 93 ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ ગાવસ્કરના 106 ટેસ્ટના રેકોર્ડ સુધી પહોંચી શક્યા નહોતા.

4 / 6
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સૌથી વધુ ટેસ્ટ રમવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂકના નામે છે. તેણે 2006 થી 2018 દરમિયાન સતત 159 ટેસ્ટ મેચ રમી હતી.

5 / 6
10,000 ટેસ્ટ રન બનાવનારા વિશ્વના પ્રથમ બેટ્સમેન ગાવસ્કરની આ સિદ્ધિ આજે પણ ભારતીય ક્રિકેટ માટે ગૌરવની વાત છે. 39 વર્ષ બાદ પણ તેમનો આ અનોખો રેકોર્ડ અતૂટ રહ્યો છે.

6 / 6
આ રેકોર્ડ સાથે એક વિવાદિત કિસ્સો પણ જોડાયેલો છે. 1984 માં કોલકાતા ટેસ્ટમાં ગાવસ્કર ભારતીય ટીમના કપ્તાન હતા, ત્યારે તેમણે કપિલ દેવને ટીમમાંથી ડ્રોપ કર્યા હતા જેથી તેમનો આ રેકોર્ડ અતૂટ રહે. 131 ટેસ્ટની કારકિર્દીમાં કપિલ દેવ આ એકમાત્ર ટેસ્ટ હતી જેમાં તેઓ ટીમમાંથી બહાર રહ્યા હતા. પરંતુ વર્ષો પછી સુનિલ ગાવસ્કરે આ વાતનો ઇનકાર કર્યો હતો. (PC:PTI/X)

Published On - 8:15 pm, Fri, 10 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.