ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનને લઈને ભારતના બે પૂર્વ ક્રિકેટરો સામ-સામે

ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કેટલા સ્પિનર્સ અને કેટલા ફાસ્ટ બોલર હશે? આ અંગે બે દિગ્ગજ ક્રિકેટરોના મત અલગ-અલગ છે. ઈંગ્લેન્ડે 4 સ્પિનરોને રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. પરંતુ રોહિત શર્માના મગજમાં શું ચાલી રહ્યું છે?

| Updated on: Jan 31, 2024 | 1:59 PM
4 / 5
શ્રીકાંતે TOI સાથે વાત કરતા કહ્યું કે જો ઈંગ્લેન્ડ 4 સ્પિનરો સાથે રમી શકે છે તો ભારત કેમ નહીં? મને લાગે છે કે પીચની પ્રકૃતિને જોતા ભારતે 4 સ્પિનરો સાથે રમવું જોઈએ. શ્રીકાંતના મતે ભારતે હૈદરાબાદ ટેસ્ટમાં કંઈ ન કરી શકનાર સિરાજની જગ્યાએ કુલદીપ યાદવ અને ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને તક આપવી જોઈએ. આ સિવાય બે સ્પિનરો અશ્વિન અને અક્ષર પટેલના રૂપમાં ટીમ સાથે પહેલાથી જ છે.

5 / 5
બીજી તરફ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દેવાંગ ગાંધીનો મત થોડો અલગ છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી હું વિખાપટ્ટનમની પિચને જાણું છું, તેના પર રિવર્સ સ્વિંગ હશે. આવી સ્થિતિમાં, મને લાગે છે કે 4 સ્પિનરો સાથે જવાની ભારતની ફોર્મ્યુલા યોગ્ય રહેશે નહીં. મારા મતે ટીમમાં એક જ ફેરફાર થવો જોઈએ, રવીન્દ્ર જાડેજાની જગ્યાએ કુલદીપ યાદવને રમાડવો જોઈએ. બાકીના બે ઝડપી બોલર બુમરાહ અને સિરાજ ટીમ સાથે રહે તો સારું રહેશે.