
તાજેતરમાં ધવને એક નિવેદન આપ્યું છે જે સ્પષ્ટ કરે છે કે તે એક રિલેશનશીપમાં છે. ચાલો જાણીએ, સોફી શાઇન કોણ છે? શિખર ધવનની રુમર્ડ ગર્લફ્રેન્ડ વિશે વધુ જાણીએ.

સોફી શાઇન આયરલેન્ડની રહેવાસી છે. સોફીને ચેમ્પિયન ટ્રોફી 2025માં ધવન સાથે જોવા મળી હતી. ત્યારથી બંન્નેના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે, સોફી મોટી આઇરિશ ફર્મમાં પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે.

આ પહેલા, તે નવેમ્બર 2024 માં પણ ધવન સાથે જોવા મળી હતી. ધવન અને સોફી બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. સોફીના ઇન્સ્ટાગ્રામ પર 54 હજાર ફોલોઅર્સ છે.શિખર ધવન પહેલી પત્ની આયશા મુખર્જીથી 2023માં અલગ થયો છે. શિખર ધવન અને આયશાને એક દીકરો પણ છે. જેનું નામ જોરાવર છે.