શાહીન આફ્રિદીની કેપ્ટનશીપ જવાની છે? હવે આ ખેલાડી પાકિસ્તાન ટીમની કમાન સંભાળી શકે છે
પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં અવારનવાર ફેરફાર થાય છે અને કેપ્ટન પણ ખૂબ ઝડપથી બદલાય છે. હાલમાં જ બાબર આઝમને સુકાનીપદેથી હટાવીને તેની જગ્યાએ T20ની કમાન શાહીન આફ્રિદીને આપવામાં આવી હતી જ્યારે ટેસ્ટની કમાન શાન મસૂદને આપવામાં આવી હતી. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે શાહીન આફ્રિદી કપ્તાની ગુમાવી શકે છે.