
હું સચિનના ઘરે પહોંચી તો આખું ઘર ચોંકી ગયું હતુ. સચિનની માતાએ પુછ્યું શું તુ ખરેખર પત્રકાર છો. તેમણે સચિનને ચોકલેટ ગિફટ કરતા જોઈ લીધી હતી.

સચિને ઓટોબાયોગ્રાફીમાં એક વાત શેર કરી છે. એક વખત લાંબા સમય બાદ અમે મળવાનો પ્લાન બનાવ્યો.સચિન સમયસર પહોંચી ગયો હતો પરંતુ અંજલિ ઘરેથી નીકળી ન શકી, અને સચિન અંજલિને મળ્યા વગર ઘરે પરત ફર્યો હતો. તેમણે કહ્યું તે સમયે મોબાઈલ ફોન ન હતા.

સચિન શરમાળ સ્વભાવનો હતો. તે અંજલિ વિશે તેના પરિવારને કંઈ કહી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અંજલિએ એક ડગલું આગળ કર્યું. સચિને કહ્યું છે. ' પરિવારને અંજલિ સાથે લગ્ન કરવા વિશે પૂછવું એ વિશ્વના ફાસ્ટ બોલરોનો સામનો કરતાં પણ વધુ મુશ્કેલ હતું. તેથી જ મેં આ જવાબદારી અંજલિને સોંપી.

બંન્નેની સગાઈ 1994માં ન્યુઝીલેન્ડમાં થઈ હતી. સચિન ભારતીય ટીમ સાથે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર હતો. 24 એપ્રિલના રોજ સચિનના 21માં જન્મદિવસ પર સગાઈ કરી હતી.તેના એક વર્ષ બાદ 24 મે 1995ના રોજ સચિન-અંજલિએ લગ્ન કર્યા હતા. એટલે કે, અંદાજે 5 વર્ષ અફેર બાદ લગ્નના બંધનમાં બંઘાયા હતા.

તેંડુલકરને બે બાળકો સારા અને અર્જુન છે. સારાનો જન્મ 12 ઓક્ટોબર, 1997ના રોજ થયો હતો, જ્યારે ક્રિકેટર બનવા માંગતો અર્જુનનો જન્મ 24 સપ્ટેમ્બર 1999ના રોજ સચિનના ઘરમાં થયો હતો.