રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી ખતમ, ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ નહીં મળે ટીમમાં સ્થાન, BCCIએ કરી પુષ્ટિ !

|

Jan 03, 2025 | 4:42 PM

રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે. મેલબોર્ન ટેસ્ટ તેની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે. કારણ કે તાજેતરના અહેવાલ મુજબ, BCCI પસંદગીકારોએ કહ્યું છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી તેને ટેસ્ટમાં નહીં રમવાનું વિચારી રહ્યા છે.

1 / 5
રોહિત શર્માની ટેસ્ટ કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે. મેલબોર્ન ટેસ્ટ તેની છેલ્લી મેચ સાબિત થઈ શકે છે, કારણ કે તાજેતરના અહેવાલ મુજબ, BCCI પસંદગીકારોએ રોહિતને કહ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફી પછી રોહિતને ટેસ્ટ ટીમમાં રમાડવાનું વિચારી રહ્યા નથી.

2 / 5
રોહિત પહેલા જ સિડની ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બેટ્સમેન અને કેપ્ટન તરીકે તેના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે રોહિત સાથે બેઠક યોજી હતી અને ત્યારપછી તેને છેલ્લી મેચમાં પડતો મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

3 / 5
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ભારતીય ટીમમાં પરિવર્તનનો સમયગાળો શરૂ થઈ ગયો છે. તેથી, ભારતીય પસંદગીકારોએ રોહિત શર્મા સાથે બેઠક કરી અને તેની ટેસ્ટ કારકિર્દીના ભવિષ્ય વિશે બધું સ્પષ્ટ કર્યું.

4 / 5
હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ પસંદગીકારો વિરાટ કોહલી સાથે પણ વાત કરવા જઈ રહ્યા છે. વિરાટની સાથે બેઠક પણ યોજવામાં આવશે અને ટીમના ભવિષ્ય અને ફેરફારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ સમય દરમિયાન, વિરાટની યોજનાઓ વિશે પણ પૂછવામાં આવશે અને તે મુજબ વિરાટના ભવિષ્ય અંગે નિર્ણય લેવામાં આવશે.

5 / 5
ટીમનો સિનિયર ખેલાડી આર અશ્વિન આ પ્રવાસમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને પહેલા જ ભારત પરત ફરી ચૂક્યો છે. મેલબોર્ન ટેસ્ટને રોહિત શર્માની છેલ્લી મેચ માનવામાં આવી રહી છે અને હવે કોહલી સાથે પણ વાતચીત થવાની છે. જોકે, પસંદગીકારો આ ફેરફારમાં ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. તેથી, અમે હાલમાં તેને ટેસ્ટ ક્રિકેટમાં ચાલુ રાખવાનું વિચારી રહ્યા છીએ. (All Photo Credit : PTI)

Next Photo Gallery