રોહિત શર્મા સીધા બોલ પર થઈ રહ્યો છે ‘બોલ્ડ’, સિડની ટેસ્ટમાંથી બહાર થતાં જ લાગ્યો આંચકો

|

Jan 02, 2025 | 6:54 PM

રોહિત શર્મા ટેસ્ટમાં સતત સંઘર્ષ કરી રહ્યો છે. તેની કેપ્ટન્સી અને બેટિંગ બંને સવાલોના ઘેરામાં છે. એક તરફ ભારતીય કેપ્ટન હારનો સામનો કરી રહ્યો છે. બીજી તરફ તેનું બેટ શાંત છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે તે સીધા બોલ પર બોલ્ડ થઈ રહ્યો છે.

1 / 5
સિડની ટેસ્ટ પહેલા રોહિત શર્માને મોટો ઝટકો લાગ્યો છે. ખરાબ ફોર્મ અને સતત ટીમની હારનો સામનો કરી રહેલ ભારતીય કેપ્ટન ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી ટેસ્ટ મેચમાં ભાગ નહીં લે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે છેલ્લી મેચમાં બેન્ચ પર બેસવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન હોવા છતા આ મેચમાંથી બહાર રહેવા પર રોહિતને મોટો આંચકો લાગ્યો છે. તે ખૂબ જ દુઃખી છે, જેની અસર તેની બેટિંગ પર દેખાઈ રહી છે. મેચ પહેલા નેટ સેશન દરમિયાન બેટિંગ કરતી વખતે તે ખરાબ હાલતમાં હતો.

2 / 5
હવે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં માત્ર એક જ મેચ બાકી છે, જે શુક્રવાર 3 જાન્યુઆરીથી રમાશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ સિડનીમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન ભારતીય સુકાની રોહિત શર્મા પણ પ્રેક્ટિસ માટે નેટ્સ પર આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન તે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો અને એકદમ બેદરકારીથી બેટિંગ કરી રહ્યો હતો. ટ્રેનિંગ સેશન દરમિયાન તે સીધા બોલ પર પણ બોલ્ડ થઈ રહ્યો હતો.

3 / 5
માનવામાં આવે છે કે રોહિત શર્માએ પણ હાર સ્વીકારી લીધી છે. જો આ વાત સાચી છે અને ભારતીય કેપ્ટન ખરેખર સિડનીમાં નહીં રમે તો તેની ટેસ્ટ કારકિર્દીનો પણ અંત આવી શકે છે. જો ટીમ ઈન્ડિયા છેલ્લી મેચ જીતે છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવવામાં સફળ રહે છે તો પણ શક્ય છે કે રોહિતની પસંદગી ટીમમાં નહીં થાય. આ સિવાય એવા અહેવાલો પણ સામે આવી રહ્યા છે કે તે વર્તમાન શ્રેણી બાદ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેશે. તેથી, તેની ટેસ્ટ કારકિર્દી પણ લગભગ સમાપ્ત માનવામાં આવે છે.

4 / 5
ટેસ્ટની દૃષ્ટિએ રોહિત શર્મા માટે ગત વર્ષ સંઘર્ષથી ભરેલું હતું. 2024માં તેણે કુલ 14 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 26 ઈનિંગ્સમાં બેટિંગ કરી અને 24.76ની એવરેજથી માત્ર 619 રન જ બનાવી શક્યા, જેમાં 2 સદી સામેલ છે. છેલ્લી 3 શ્રેણીમાં તેનું બેટ ખાસ કરીને શાંત રહ્યું છે.

5 / 5
વર્તમાન શ્રેણીમાં તેણે અત્યાર સુધીમાં 3, 6, 10, 2 અને 9 રન બનાવ્યા છે. એટલે કે ભારતીય કેપ્ટને 5 ઈનિંગ્સમાં 6.20ની એવરેજથી કુલ 31 રન બનાવ્યા છે. આ સિવાય તેની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ પ્રથમ વખત ઘરઆંગણે ટેસ્ટમાં વ્હાઈટવોશ થઈ હતી અને હવે 2 ટેસ્ટ હાર્યા બાદ તેના પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી બહાર થઈ જવાની સાથે સાથે સિરીઝ પણ ગુમાવવાનો ખતરો છે. (All Photo Credit : PTI / GETTY)

Next Photo Gallery