
શાળા પુરી કર્યા પછી અશ્વિન અને પ્રીતિએ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો. જો કે અશ્વિન પણ પોતાનું ધ્યાન ક્રિકેટ પર કેન્દ્રિત કરી રહ્યો હતો. દરમિયાન, અશ્વિન અને પ્રીતિ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની એક ઈવેન્ટમાં ફરી મળ્યા. તે સમયે અશ્વિન એક ખેલાડી તરીકે CSKનો ભાગ હતો. જ્યારે પ્રીતિ CSKના સોશિયલ મીડિયા હેન્ડલને સંભાળતી હતી. CSK ઈવેન્ટમાં પ્રીતિને ફરી મળ્યા બાદ અશ્વિને તેના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. પ્રીતિએ પણ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

મિત્રતા અને પ્રેમ પછી હવે આ સંબંધને લગ્નમાં બદલવાનો મોકો હતો. બંનેના પરિવારજનો પણ આ સંબંધ માટે સહમત હતા. બંનેએ વર્ષ 2013માં પરિવાર અને મિત્રોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બે બાળકોના માતા-પિતા બન્યા હતા. આ દંપતીને અખિરા અને આધ્યા નામની બે પુત્રીઓ છે. (All Photo Credit : X / INSTAGRAM)
Published On - 7:41 pm, Wed, 18 December 24