
જોકે, ICC એ WTC ફાઈનલ માટે 16 જૂનને રિઝર્વ ડે તરીકે રાખ્યો છે. એટલે કે, જો વરસાદને કારણે મેચ કોઈ એક દિવસ ન રમાય, તો ફાઈનલને વધુ એક દિવસ માટે લંબાવી શકાય છે. આવી સ્થિતિમાં, મેચના પરિણામની શક્યતા નોંધપાત્ર રીતે વધી જશે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલ 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સના મેદાન પર રમાશે. આ દરમિયાન વરસાદની શક્યતા છે. લોર્ડ્સમાં પહેલા અને છેલ્લા દિવસે વરસાદની શક્યતા છે. આ કારણે મેચમાં ખલેલ પહોંચી શકે છે.

આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ જીતનાર ટીમને 30 કરોડની ઈનામી રકમ મળશે, જે IPL 2025 કરતા 10 કરોડ રૂપિયા વધુ છે. જ્યારે રનર-અપ ટીમને 18 કરોડ રૂપિયા મળશે. જો બંને ટીમો સંયુક્ત વિજેતા બને છે, તો આ ઈનામી રકમ બંને વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. (All Photo Credit : X / ICC)