પીએમ મોદી છે ‘ક્રિકેટ ફેન’, ભારતની મેચ જોવા આટલી વાર રહ્યા મેદાનમાં હાજર
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ યોજાશે. આ મેચને જોવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સ્ટેડિયમમાં હાજર રહેશે. આ પહેલા પણ નરેન્દ્ર મોદી ભારતની મેચ જોવા માટે મેદાનમાં હાજર રહી ચૂક્યા છે. તેમણે ભારત-ઓસ્ટ્રેલિયા અને ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ સ્ટેડિયમમાં બેસી નિહાળી હતી.