
બીમાર ખેલાડીઓમાં દક્ષિણ આફ્રિકાના સ્પિનર તબરેઝ શમ્સીનો પણ સમાવેશ થાય છે. તબરેઝે જણાવ્યું કે બીમારીના કારણે તેણે છેલ્લી મેચ રમી ન હતી. એવું માનવામાં આવે છે કે કરાચીમાં કોઈ વાયરસ છે જેના કારણે ખેલાડીઓ બીમાર પડી રહ્યા છે.

એક તરફ કરાચીના 13 ખેલાડીઓ એકસાથે બીમાર પડ્યા છે, તો બીજી તરફ આ ટીમ ગુરુવારે જ ક્વેટા ગ્લેડીયેટર્સ સામે મેચ રમવાની છે. હવે જોવાનું એ રહે છે કે કરાચીની ટીમ 11 ખેલાડીઓને કેવી રીતે મેદાનમાં ઉતારશે. માત્ર કરાચી કિંગ્સના ખેલાડીઓ જ બીમાર નથી પડ્યા, તેમની ટીમનું પ્રદર્શન પણ બગડી રહ્યું છે.
Published On - 7:10 pm, Thu, 29 February 24