
સાઉથ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ 30 નવેમ્બરથી શરુ થશે. આ સીરિઝમાં મોટાભાગનાએ ખેલાડીઓને તક મળી શકે છે. જેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય. તો હવે ચાહકોને રોહિત-વિરાટ પણ સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડેમાં રમતા જોવા મળશે.

હવે જો આપણે સાઉથ આફ્રિકા અને ભારતના શેડ્યુલની વાત કરીએ તો વનડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીના મેદાનમાં રમાશે. ત્યારબાદ બીજી વનડે મેચ 3 ડિસેમ્બરના રોજ રાયપુરમાં રમાશે.

આ સીરિઝની છેલ્લી અને ત્રીજી મેચ વિશાખાપટ્ટનમમાં 6 ડિસેમ્બરના રોજ રમાશે. તમામ મેચ ભારતીય સમયઅનુસાર બપોરના 1:30 કલાકે શરુ થશે. આ મેચનો ટોસ અડધી કલાક પહેલા થશે, (ALL PHOTO : PTI)