એક સમયે હતો વિશ્વનો નંબર-1 બોલર, હવે DJ બનીને કમાય છે પૈસા, એક ભૂલે બરબાદ કરી કારકિર્દી

દક્ષિણ આફ્રિકાનો આ ઝડપી બોલર એક સમયે વિશ્વ ક્રિકેટમાં પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યો હતો. 2012માં તે વનડે રેન્કિંગમાં નંબર-1 બોલર પણ બન્યો હતો. પરંતુ થોડા વર્ષોમાં જ તેની કારકિર્દીનો અચાનક અંત આવી ગયો. મેચ ફિક્સિંગના કેસમાં પ્રતિબંધ બાદ હવે તે ક્રિકેટથી દૂર છે અને સંગીતની દુનિયામાં નવી ઓળખ બનાવી રહ્યો છે.

| Updated on: Aug 14, 2026 | 8:00 PM
1 / 6
ક્રિકેટ હોય કે જીવન, એક ભૂલ તમારી જિંદગી બરાબર કરી શકે છે. ક્રિકેટમાં આવું અનેક ક્રિકેટરો સાથે થયું છે. જેમાં એક નામ આફ્રિકાના ફાસ્ટ બોલર લોનવાબો ત્સોત્સોબેનું પણ છે.

2 / 6
લોનવાબો ત્સોત્સોબે દક્ષિણ આફ્રિકાનો ખતરનાક ડાબોડી ફાસ્ટ બોલર હતો. 2012માં તે ICC વનડે રેન્કિંગમાં વિશ્વના નંબર-1 બોલર પણ બન્યો હતો. તેની ચોક્કસ લાઇન, લેન્થ અને સ્વિંગથી તે બેટ્સમેનોને પરેશાન કરતો હતો.

3 / 6
 2015ના રામ સ્લેમ કૌભાંડ બાદ ત્સોત્સોબે સામે મેચ ફિક્સિંગના ગંભીર આરોપ લાગ્યા. 2017માં તપાસ બાદ તેને એક ફિક્સિંગ ગુના અને તપાસમાં સહયોગ ન આપવાના અન્ય ગુનાઓમાં દોષી જાહેર કરવામાં આવ્યો હતો.

4 / 6
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ત્સોત્સોબે પર આઠ વર્ષનો પ્રતિબંધ લગાવ્યો. આ પ્રતિબંધે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીનો અંત લાવી દીધો. આ કેસમાં અન્ય કેટલાક દક્ષિણ આફ્રિકન ક્રિકેટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

5 / 6
ક્રિકેટમાંથી અચાનક દૂર થયા બાદ ત્સોત્સોબે મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. જોકે, સંગીત પ્રત્યેના તેના શોખે તેને નવો રસ્તો આપ્યો. તેણે પોતાના શોખને વ્યવસાયમાં ફેરવ્યો હતો.

6 / 6
આજે ત્સોત્સોબે ‘DJ Tso’ તરીકે ઓળખાય છે. તે દક્ષિણ આફ્રિકાના વિવિધ શહેરોમાં ક્લબ, કોન્સર્ટ અને અન્ય કાર્યક્રમોમાં DJ તરીકે પરફોર્મ કરે છે. એક સમયે બોલથી બેટ્સમેનોને પરેશાન કરનાર આ ક્રિકેટર હવે સંગીત દ્વારા લોકોનું મનોરંજન કરે છે. (PC:X/INSTAGRAM/GETTY IMAGES)

Published On - 7:59 pm, Fri, 14 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.