કચ્છનો ખેડૂત પુત્ર અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં ચમક્યો, પિતાના સ્વપ્નને સાકાર કર્યું
ગુજરાતના કચ્છમાં ઉછરેલા રાજ લીંબાણીના પિતા ખેડૂત છે. તેણે તેના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે. હવે તેનો લક્ષ્ય સિનિયર ભારતીય ટીમ માટે રમવાનો છે.આ ટૂર્નામેન્ટની 6 મેચમાં 11 વિકેટ લીધી હતી
1 / 5
અંડર -19 વર્લ્ડકપ ફાઈનલમાં ભારત માટે રાજ લિંબાણીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શાનદાર બોલિંગ કરી હતી. તેમણે સાઉથ આફ્રિકાના બેનોનીમાં 10 ઓવરમાં 38 રન આપી 3 વિકેટ લીધી હતી. આ ટૂર્નામેન્ટની 6 મેચમાં 11 વિકેટ લીધી હતી. તેના શાનદાર પ્રદર્શન બાદ પણ ટીમ ઈન્ડિયા ખિતાબ જીતી શકી નહિ, ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાએ 89 રનથી હરાવ્યું છે.
2 / 5
રાજ લિંબાણી જમણા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે. તેણે આ સ્તર સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે.ગુજરાતના કચ્છમાં ઉછરેલા લીંબાણીના પિતા ખેડૂત છે. તેણે તેના પિતાનું સ્વપ્ન સાકાર કર્યું છે.
3 / 5
જો રાજ લિંબાણી ક્રિક્રેટર ન હોત તો તે પિતા સાથે ખેતી કરતો હોત, તેના પિતા વસંત પટેલે સ્પષ્ટ કર્યું હતુ કે, તે જો ક્રિકેટમાં સફળ નહિ થાય તો તેને ખેતી કરવી પડશે.
4 / 5
લીંબાણીનું ઘર બરોડાથી અંદાજે 550 કિલોમીટર દૂર દયાપર જિલ્લામાં છે. આ કચ્છ પ્રદેશમાં છે. પાકિસ્તાન બોર્ડર અહીંથી લગભગ 27 કિલોમીટર દૂર છે. લીંબાણીનું ઘર રણ વિસ્તારમાં છે. ત્યાં રમતગમતની કોઈ જ સુવિધા નથી,
5 / 5
રાજ લિંબાણીના પિતાએ પુત્રને બાળપણથી જ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરતા જોયો હતો. કચ્છમાં ખુબ ગરમી પડે છે તેમ છતાં રાજ કલાકો સુધી રણમાં બોલિંગ કરતો હતો.