
ખાસ વાત એ છે કે ICC ચેરમેન રહેલા ચારેય ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. જગમોહન દાલમિયા અને એન શ્રીનિવાસન બિઝનેસમેન છે, જ્યારે શશાંક મનોહર વકીલ અને શરદ પવાર ભારતના મોટા રાજકીય નેતા છે. જ્યારે જય શાહ ભારતના ગૃહમંત્રી અમિત શાહના પુત્ર છે અને ભારતીય બિઝનેસમેન તથા ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત છે.

જગમોહન દાલમિયા કોલકાતા, એન શ્રીનિવાસન તમિલનાડુ, શશાંક મનોહર નાગપુર અને શરદ પવાર બોમ્બેમાં જન્મ્યા હતા. જ્યારે જય શાહનો જન્મ ગુજરાતમાં થયો છે અને તેઓ આ પદ પર પહોંચનાર પહેલા ગુજરાતી છે.
Published On - 8:52 pm, Wed, 21 August 24