ICC Chairman : જય શાહ બે નહીં પરંતુ ત્રણ વર્ષ માટે બની શકે છે ICCના અધ્યક્ષ, જાણો કારણ

|

Oct 22, 2024 | 11:41 AM

BCCIના સેક્રેટરી તરીકે 5 વર્ષ સુધી સેવા આપ્યા બાદ જય શાહ હવે 1 ડિસેમ્બરથી ICCની કમાન સંભાળવા જઈ રહ્યા છે. આ વચ્ચે આઈસીસી બોર્ડે ચેરમેનના કાર્યકાળના નિયમોમાં ફેરફાર જોવા મળ્યા છે.

1 / 5
જય શાહ છેલ્લા 5 વર્ષથી બીસીસીઆઈના સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા હતા. હવે તે આઈસીસીનું ચેરમેન પદ સંભાળશે. 1 ડિસેમ્બરથી તે આઈસીસીની કમાન સંભાળશે. જય શાહ ઓગસ્ટમાં જ આઈસીસીના નવા બોસ તરીકે પસંદગી થઈ હતી.  હવે તેમના જોડાયાનો અંદાજે એક મહિના પહેલા ચેરમેન પદ માટેના નિયમોમાં ફેરફાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જો આ નિયમ લાગુ થશે. તો 3-3 વર્ષના 2 કાર્યકાળ સુધી બોસ રહી શકે છે. આ પહેલા ચેરમેનનો કાર્યકાળ 2-2 વર્ષની 3 ટર્મ હતી.

2 / 5
આઈસીસીના બોર્ડે દુબઈમાં મિટિંગ કરી હતી. આ દરમિયાન બોર્ડ નિયમમાં ફેરફારને લઈ સુચનો આપ્યા હતા. બોર્ડે ભવિષ્યમાં ચેરમેન અને ઈન્ડિપેન્ડેટ ડાયરેક્ટરના કાર્યકાળને 3-3 વર્ષ કરવાની વાત કહી હતી. હાલમાં આઈસીસીના ચેરમેન 2-2 વર્ષની 3 ટર્મ સંભાળે છે.

3 / 5
આઈસીસીએ સોમવારના રોજ નિવેદન આપ્યું હતુ કે, નવા નિયમને લઈ એસોશિએટ મેબર્સની પાસે અપ્રૂવલ માટે મોકલવામાં આવ્યું છે. તેની અનુમતિ મળતા જ આ નિયમ લાગુ થઈ જશે. આઈસીસીએ આની પાછળ કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ ક્રિકેટની સૌથી મોટી સંસ્થા સારી રીતે ચલાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

4 / 5
આઈસીસીની મુખ્ય કાર્યકારી અધિકારીઓની કમેટીએ મહિલાઓની રેકિંગ નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. આઈસીસી રેન્કિંગમાં આવવા માટે કોઈ પણ ટીમ હવેથી દર વર્ષે વનડે અને ટી20 ફોર્મેટમાં ઓછામાં ઓછી 8 મેચ રમવી પડશે. પહેલા 6 મેચ રમવાનો નિયમ હતો. રેન્કિંગની વાર્ષિક અપટેડ 1 ઓક્ટોબરથી 1 મે સુધી કરવામાં આવશે,

5 / 5
ICC બોર્ડે દુબઈમાં યોજાયેલી બેઠકમાં 2025-2029  માટે મહિલા FTP એટલે કે ફ્યુચર ટૂર પ્રોગ્રામ્સને પણ મંજૂરી આપી હતી. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

Next Photo Gallery