
આઈપીએલ 2025ના મેગા ઓક્શનની જાહેરાત થઈ ચૂકી છે. બીજી વખત એવું થશે કે, મેગા ઓક્શનનું આયોજન બહાર થશે. ગત્ત વર્ષે મિની ઓક્શન યુએઈ દુબઈમાં થયું હતુ. આ વખતે મેગા ઓક્શન તેના જ પાડોશી દેશ સઉદી અરબના શહેર જેદ્દામાં થશે.

મેગા ઓક્શન 2 દિવસ સુધી ચાલશે. આ વખતે ઓક્શન મોટું થવાનું છે કારણ કે, કુલ 1574 ખેલાડીઓએ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી માત્ર 204 ખેલાડીઓની જ કિસ્મત ખુલશે.

આ ઓક્શન માટે ખેલાડીઓના રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 4 નવેમ્બર હતી.ત્યારબાદ બોર્ડ જાહેરાત કરી કે, ઓક્શનમાં સામેલ થઈ રહેલા 1574 ખેલાડીઓમાંથી 1165 ભારતીય અને 409 વિદેશી ખેલાડી છે. તેમજ કુલ 320 કેપ્ટડ પ્લેયર છે.

હવે સવાલ એ થાય કે, ક્યાં દેશના કેટલા ખેલાડીઓ ભાગ લેશે. તો આનો જવાબ છે સાઉથ આફ્રિકા ટી20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતને હરાવનારી સાઉથ આફ્રિકાના 91 ખેલાડીઓ આ વખતે ઓક્શનમાં ભાગ લેશે. મહત્વની વાત તો એ છે કે, આ વખતે ઈટલીના પણ એક ખેલાડીઓ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કર્યું છે.

હવે આપણે ક્યાં દેશના કેટલા ખેલાડીઓ ભાગ લીધો તેના વિશે જાણીએ તો, અફઘાનિસ્તાન 29, ઓસ્ટ્રેલિયા 76, બાંગ્લાદેશ 13, કેનેડા 4 , ઈંગ્લેન્ડ 52, આયરલેન્ડ 9, ઈટલી 1, નેધરલેન્ડ 12, ન્યુઝીલેન્ડ 39, સ્કોટલેન્ડ 2, સાઉથ આફ્રિકા 91, શ્રીલંકા 29, યુએઈ 1, યુએસએ 10, વેસ્ટઈન્ડિઝ 33 અને ઝિમ્બામ્વેના 8 ખેલાડીઓ ઓક્શનમાં ભાગ લેશે.
Published On - 2:06 pm, Wed, 6 November 24