
IPL 2026 મીની ઓક્શનમાં પાંચ સ્ટાર ખેલાડીઓ બેઝ પ્રાઈસ પર વેચાયા હતા. ટીમોએ તેનાથી વધુ બોલી લગાવી ન હતી. ચાલો આપણે જે પાંચ ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ તેમના નામ પર એક નજર કરીએ જે IPL 2026 ઓક્શન તેમના બેઝ પ્રાઈસ પર વેચાયા હતા.

બેન ડકેટ - આ ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્સમેને IPL 2026 ઓક્શનમાં પોતાની બેઝ પ્રાઈસ ₹2 કરોડ રાખી હતી. અને તેને બરાબર એ જ મળ્યું. દિલ્હી કેપિટલ્સે તેને તેની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો.

ક્વિન્ટન ડી કોક - દક્ષિણ આફ્રિકાનો આ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન છેલ્લી ઘડીએ IPL ઓક્શનમાં સામેલ થયો હતો. તેણે પોતાની બેઝ પ્રાઈસ 1 કરોડ રાખી હતી અને તેની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી MI એ તે જ કિંમતે ડી કોકને ખરીદી લીધો હતો.

ડેવિડ મિલર - દક્ષિણ આફ્રિકાનો આક્રમક અને અનુભવી બેટ્સમેન ડેવિડ મિલર IPL 2026 મીની ઓક્શનમાં વેચાનારો પ્રથમ ખેલાડી હતો. તેને દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.

ફિન એલન - આ ન્યુઝીલેન્ડના ખેલાડીએ IPL 2026 મીની ઓક્શન માટે તેની બેઝ પ્રાઈસ ₹2 કરોડ રાખી હતી. અને KKR એ તેને તે જ કિંમતે ખરીદ્યો.

વાનિન્દુ હસરંગા – આ શ્રીલંકન લેગ-સ્પિનરને લખનૌ સુપર જાયન્ટ્સે 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. (PC: PTI)
Published On - 7:56 pm, Tue, 16 December 25