IPL 2024 : પંજાબ કિંગ્સ સામેની જીત બાદ હાર્દિક પંડ્યાની એક ભૂલ મોંઘી પડી, લાખોનો દંડ ફટકારવામાં આવ્યો

|

Apr 19, 2024 | 4:53 PM

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર ગુરુવારના રોજ રમાયેલી પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2024ની 33મી મેચમાં આચાર સંહિતાના ઉલ્લંધનનો આરોપ લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરી રહેલા હાર્દિકે નક્કી કરેલા સમયમાં બોલિંગની 20 ઓવર પુરી કરવામાં અસફળ રહ્યો હતો. જેના કારણે તેના પર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

1 / 5
 મુંબઈ ઈન્ડિયન્સની ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાને પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચ બાદ ઓવર રેટ ધીમી હોવાને કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈની ટીમે આઈપીએલની 17મી સીઝનમાં 7મી મેચમાં પંજાબની ટીમ વિરુદ્ધ રમી હતી. જેમાં તેમણે જીત મેળવી હતી.

2 / 5
આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ઓવર રેટ ખુબ ધીમી હતી. જેને લઈ હાર્દિક પંડ્યાને આઈપીએલ આચારસંહિતા અનુસાર દંડ ફટકારવામાં આવ્યો છે. હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે સીઝનમાં ધીમી ઓવર રેટના કારણે પહેલી વખત દંડ ફટકારવામાં આવ્યો છે.

3 / 5
પંજાબ કિંગ્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓવર રેટ ખૂબ જ ધીમો હતો, જેમાં ઈનિંગની છેલ્લી 2 ઓવરમાં તેઓ 30 યાર્ડની બહાર 5 ફિલ્ડરની જગ્યાએ માત્ર 4 ફિલ્ડર જ ફિલ્ડ કરી શક્યા હતા. બીસીસીઆઈએ હાર્દિકને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

4 / 5
કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને પહેલી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનની તેની પહેલી ભૂલ છે. તમને જણાવી દઈએ કે, જો હવે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બીજી વખત આવી ભૂલ કરે છે તો હાર્દિકને 24 લાખનો દંડ ફટકારવામાં આવશે. તેમજ અન્ય ખેલાડીને પણ દંડ ફટકારવામાં આવશે.

5 / 5
હાર્દિક પંડ્યાની એક બાજુ ખરાબ કેપ્ટનશીપના કારણે અત્યારસુધી આ સીઝનમાં અલોચનાનો સામનો કરવો પડ્યો છે. પંજાબ વિરુદ્ધ પણ તેનું પ્રદર્શન ખરાબ રહ્યું હતુ. તેમણે 6 બોલમાં માત્ર 10 રન બનાવ્યા હતા. તેમજ 4 ઓવરમાં તેમણે 33 રન આપ્યા હતા અને એક વિકેટ લીધી હતી.

Published On - 4:48 pm, Fri, 19 April 24

Next Photo Gallery