
India vs Sri Lanka Womens 5th T20I : ભારત અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં બંન્ને વચ્ચે શાનદાર ટકકર જોવા મળી હતી.

મેચની શરુઆત ભારતીય ટીમ માટે કાંઈ ખાસ રહી ન હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર ઈનિગ્સ રમી વાપસી કરી હતી. રન ચેજ દરમિયાન શ્રીલંકાની શાનદાર બેટિંગ જોવા મળી હતી.પરંતુ ભારતીય બોલરે દબદબો દેખાડતા મેચ જીતવાની સાથે સીરિઝ 5-0થી પોતાને નામ કરી છે.

શ્રીલંકાએ આ મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાની શરુઆતની 3 વિકેટ માત્ર 41 રન પર જ પડી હતી. 77 રન સુધી પહોંચવા માટે અડધી ટીમ પવેલિયન પરત ફરી હતી ત્યારબાદ હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા. જેમાં 9 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા.

176 રનનો પીછો કરતા શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી, તેણે કેપ્ટન ચમારી અટાપટ્ટુને 2 રને આઉટ થઈ હતી. જોકે, હસિની પરેરા અને ઈમેશા દુલાનીએ શાનદાર બેટિંગ કરી હતી.પરંતુ ભારતીય બોલરોએ જોરદાર વાપસી કરી,

શ્રીલંકાને 20 ઓવર પછી 7 વિકેટે 160 રન પર રોકી દીધું. પરિણામે, ભારતીય ટીમે મેચ 15 રનથી જીતી લીધી અને સીરિઝ પણ 5-0થી જીતી લીધી.

મહત્વની વાત એ રહી કે, હરમનપ્રીત કૌરે આ દરમિયાન 6 બોલરનો ઉપયોગ કર્યો હતો અને તમામે 1-1 વિકેટ પોતાને નામ કરી હતી. જેમાં દીપ્તિ શર્માની વિકેટ સામેલ રહી. દીપ્તિ શર્માની આ ટી20 ઈન્ટરનેશનલમાં 152મી વિકેટ હતી. આ સાથે તે મહિલા ટી20 ઈન્ટરનેશનલ મેચમાં સૌથી વધારે વિકેટ લેનારી બોલર બની ગઈ હતી.