ક્રિકેટરના પિતાએ એક જ રાશી પર રાખી દીધા 5 બાળકના નામ, તમામનું નામ ‘વ’ ઉપરથી
52 વર્ષના વિનોદ કાંબલીનું આખું નામ વિનોદ ગણપત કાંબલી છે અને તેણે 10મા સુધી અભ્યાસ કર્યો છે.આજે વિનોદ કાંબલીનો જન્મદિવસ છે તો આપણે તેના પરિવાર વિશે જાણીએ.
1 / 9
વિનોદ કાંબલીનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. તે ઈન્દિરા નગર, કાંજુર માર્ગ (મુંબઈ)નો રહેવાસી છે. તે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર છે.વિનોદ કાંબલીને 3 ભાઈ અને 1 બહેન હતી. તેના ભાઈનું નામ વિકાસ કાંબલી, વિદ્યા કાંબલી, વીરેન્દ્ર કાંબલી અને બહેનનું નામ વિદ્યાધર કાંબલી છે.
2 / 9
વિનોદ કાંબલી ભારતીય ક્રિકેટમાં એક એવું નામ છે જે હંમેશા ચર્ચામાં રહ્યું છે. ક્યારેક ક્રિકેટમાં રેકોર્ડ માટે ક્યારેક ફિલ્મો અને રાજકારણમાં એન્ટ્રીના કારણે ચર્ચમાં રહ્યો છે. વિનોદ અને સચિનના રેકોર્ડ આજે પણ સૌ કોઈને યાદ છે.તો ચાલો આજે વિનોદ કાંબલીના પરિવાર વિશે જાણીએ.
3 / 9
વિનોદ કાંબલીનો જન્મ 18 જાન્યુઆરી 1972માં મુંબઈના કંજુરમાર્ગ સ્થિત ઈન્દિરા નગરમાં થયો હતો. તેના પિતાનું નામ ગણપત કાંબલી એક મેકેનિક હતા અને તેઓ પરિવારના 7 સભ્યોનું પોષણ કરતા હતા.
4 / 9
વિનોદ કાંબલીનું ક્રિકેટ કરિયર નાનું હતુ પરંતુ શાનદાર અને રેકોર્ડથી ભરેલું હતુ. સચિનના બાળપણના મિત્ર કાંબલીએ મુંબઈની મશહુર કાંગા લીગમાં તેની સાથે ડેબ્યું કર્યું હતુ.
5 / 9
ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બાદ કાંબલીને ટીમ ઈન્ડિયામાં રમવાની તક મળી. પહેલા 7 ટેસ્ટ મેચમાં તેના નામે 4 સદી હતી. તે ટેસ્ટ મેચમાં સૌથી ફાસ્ટ એક હજાર રન બનાવનાર બેટ્સમેન છે પરંતુ તેમ છતાં આ ખેલાડી રસ્તા પર આવી ગયો.
6 / 9
કાંબલીની અંગત જિંદગી પણ બહુ સફળ રહી ન હતી. તેણે પહેલા એક ક્રિશ્ચિયન યુવતી સાથે લગ્ન કર્યા. નોએલા નામની છોકરી સાથેના તેમના પ્રથમ લગ્ન સફળ રહ્યા ન હતા. ફિલ્મી દુનિયા તરફ આકર્ષિત થયેલા કાંબલીને ફેશન મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે પ્રેમ થઈ ગયો. જૂન 2010માં, એન્ડ્રીયાએ કાંબલીના પુત્ર જીસસ ક્રિસ્ટિયાનોને જન્મ આપ્યો.
7 / 9
ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ બોલિવુડમાં એન્ટ્રી કરી. તેમની ફિલ્મ અનર્થ 2002માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ફ્લોપ ગઈ હતી. તે બોલિવુડમાં ચાહકોનું દિલ જીતી શક્યો નહિ.
8 / 9
ક્રિકેટ, બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ વિનોદ કાંબલીએ રાજકારણમાં એન્ટ્રી કરી હતી.તેમણે લોકભારતી પાર્ટીના ઉમેદવાર તરીકે મુંબઈના વિક્રોલીમાંથી 2009ની વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ચૂંટણી હારી હતી.તેમ છતાં તે સામાજિક કાર્યો કરવાનું ચાલુ રાખે છે. 2011માં તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અણ્ણા હજારેના ભારતના અભિયાનને સમર્થન આપ્યું હતું.
9 / 9
29 નવેમ્બર 2013ના રોજ કાંબલીને હૃદયરોગનો હુમલો આવતાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાંબલીએ 2012માં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.
Published On - 4:18 pm, Thu, 18 January 24