
મીડિયા રિપોર્ટ મુજબ ગંભીર અને નતાશાની પહેલી મુલાકાત 2007માં થઈ હતી. બંન્ને એક ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ત્યારબાદ એક સારા ફ્રેન્ડ બન્યા હતા. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.

ગંભીરની શરત એ હતી કે, 2011 વનડે વર્લ્ડ કપ બાદ લગ્ન કરશે. એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે.ગૌતમ ગંભીર અને નતાશા જૈનના લગ્ન 28 ઓક્ટોબર 2011ના રોજ થયા હતા. આ દંપતીને બે પુત્રીઓ છે, અઝીન અને અનાઇઝા.