T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતવા ભારતીય ક્રિકેટ ટીમે પાર કર્યા ટ્રાફિકના આ સિગ્નલ ! જાણો પોલીસે શું કહ્યું?

|

Jun 30, 2024 | 12:19 PM

રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 8 રનથી હરાવીને સમગ્ર ભારતને ખુશીઓથી ભરી દીધું હતું. જોકે આ વચ્ચે હવે પોલીસ વિભાગની પણ પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં આ ટ્રાફિક સિગ્નલ ભારતીય ટીમ દ્વારા પાર કરી T20 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બન્યું હોવાને લઈ પોલીસ દ્વારા શુભકામના આપવામાં આવી છે, કારણ કે ટીમે ટ્રાફિક સિગ્નલ તોડવાને બદલે કાયદાકીય રીતે ધીરજ સાથે તમામ સ્ટેપ સાથે સિગ્નલ પાર કર્યું છે.

1 / 5
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં જીતને લઈ સમગ્ર દેશ માંથી લોકો ભારતીય ક્રિકેટ ટીમને શુભકામનાઓ આપી રહી છે. ત્યારે આ વચ્ચે પોલીસ વિભાગ દ્વારા પણ ક્રિકેટ ટીમને શુભકામના આપી છે.

2 / 5
ખાસ કરીને Pune City Police દ્વારા ટ્વિટર પર એક પોસ્ટ મૂકવામાં આવી છે જેમાં ટ્રાફિક સિગ્નલ દર્શાવવામાં આવ્યું છે. પીળું, લાલ અને લીલું આમ ત્રણ કલરમાં વિવિધ દેશના નામ લખ્યા છે. જોકે હવે તમે આ ચિત્ર જોશો તેટલામાં સમજી જશો કે Pune City Police દ્વારા શેર કરેલી તસવીર શું કહેવા માંગે છે.

3 / 5
આ સિવાય અન્ય એક પોસ્ટ કે જે CP Mumbai દ્વારા કરવામાં આવી છે. જેમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે "TeamIndia our hearts are full and heads held high!"

4 / 5
Delhi Police દ્વારા પણ અનોખી રીતે પોસ્ટ શેર કરીને ક્રિકેટ ટીમને શુભકામના આપી છે. તેમાં લખવામાં આવ્યું છે કે "અમે બધાએ 16 વર્ષ 9 મહિના 5 દિવસ (52,70,40,000 સેકન્ડ) ભારતને બીજો T20 World Cup જીતવા માટે રાહ જોઈ. લખવામાં આવ્યું છે કે, ટ્રાફિક સિગ્નલ પર પણ થોડી ધીરજ રાખીએ. સારી ક્ષણો રાહ જોવી યોગ્ય છે. આ સાથે પોલીસે લોકોને જાગૃત પણ કર્યા હતા."

5 / 5
ભારતીય ક્રિકેટ ટીમે બાર્બાડોસના મેદાન પર જે કર્યું તે દક્ષિણ આફ્રિકા ક્યારેય નહીં ભૂલી શકે. જ્યારે 177 રનનો ટાર્ગેટ 15 ઓવર બાદ આસાન જણાતો હતો, પરંતુ પ્રોટીઝ ટીમ હારી ગઈ હતી.

Published On - 12:01 pm, Sun, 30 June 24

Next Photo Gallery