પાંચ મેચની T20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનું નવું મિશન શરૂ થશે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના લાંબા પ્રવાસ પર જશે. જ્યાં T20, ODI અને ટેસ્ટ શ્રેણી રમાશે. આ સમગ્ર શ્રેણી ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા માટે પણ ઘણી મહત્વની બની રહી છે. જ્યારે T20 શ્રેણી આવતા વર્ષના T20 વર્લ્ડ કપની તૈયારીઓની સમીક્ષા કરવાની તક પૂરી પાડશે.
ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભારત અને સાઉથ આફ્રીકાના સમયમાં 3 કલાકનું અંતર જોવા મળે છે. તેવામાં ચાલો જાણીએ કે ભારતીય ફેન્સ સાઉથ આફ્રીકા સામેની ટી20, વનડે અને ટેસ્ટ મેચ ક્યા સમયે જોઈ શકશે?
સાઉથ આફ્રીકાના સમય અનુસાર સાંજે 4 કલાકે ટી20 સિરીઝ શરુ થશે. ભારતીય સમય અનુસાર સાંજે 7.30 અને 8.30 કલાકે ટી20 સિરીઝ શરુ થશે. જ્યારે વનડે સિરીઝ બપોરના સમયે શરુ થશે. જયારે ટેસ્ટ મેચ બપોરે 2 કલાકે શરુ થશે. એટલે કે ભારતીય ફેન્સે રાતના ઉજાગરા કરવા પડી શકે છે.
ટેસ્ટ માટેની ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, રૂતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), કેએલ રાહુલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. , મુકેશ કુમાર , મોહમ્મદ. શમી, જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), પ્રસિદ્ધ કૃષ્ણા.
T20 મેચો માટેની ભારતીય ટીમઃ યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રુતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંઘ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઈસ-કેપ), રવિન્દ્ર જાડેજા વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ. સિરાજ, મુકેશ કુમાર, દીપક ચહર.
ODI માટે ભારતીય ટીમઃ રુતુરાજ ગાયકવાડ, સાઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (કેપ્ટન, wk), સંજુ સેમસન (wk), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, અવેશ ખાન, અર્શદીપ સિંહ, દીપક ચાહર.
આ પણ વાંચો: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન બન્યા બાદ શુભમન ગિલનો પહેલો વીડિયો આવ્યો સામે, કેપ્ટનશીપને લઈને કહી મોટી વાત
Published On - 9:50 pm, Mon, 4 December 23