ટીમ ઈન્ડિયાની વાઈસ કેપ્ટને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર બની

|

Jun 19, 2024 | 6:44 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વાઈસ કેપ્ટન અને સ્ટાર ઓપનર બેટર સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ODI શ્રેણીની બીજી મેચમાં પણ કમાલ પ્રદર્શન કર્યું હતું. મંધાનાએ સતત બીજી મેચમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

1 / 6
ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન અને ઓપનર સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર શાનદાર બેટિંગ કરી છે. મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી વનડે શ્રેણીની બીજી મેચમાં પણ સદી ફટકારી હતી. સ્મૃતિ મંધાનાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 103 બોલમાં સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની 7મી સદી છે.

2 / 6
મંધાનાએ છેલ્લી મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી. તેના બેટથી 127 બોલમાં 117 રન થયા અને ટીમ ઈન્ડિયાએ તે મેચ 143 રનના વિશાળ અંતરથી જીતી લીધી. હવે ફરી એકવાર મંધાનાએ સદી ફટકારી છે.

3 / 6
મંધાનાએ આ સદી સાથે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. મંધાના સતત બે ODI સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.

4 / 6
સ્મૃતિ મંધાનાએ ODIમાં 7 સદી ફટકારી છે અને આ સાથે તેણે પૂર્વ ભારતીય કેપ્ટન મિતાલી રાજની બરાબરી કરી લીધી છે.

5 / 6
સ્મૃતિ મંધાના વનડેમાં 7 સદી ફટકારનારી પ્રથમ ભારતીય ઓપનર છે. મંધાનાએ માત્ર 84 ઈનિંગ્સમાં 7 ODI સદી ફટકારી છે.

6 / 6
બીજી તરફ મિતાલી રાજને 7 સદી ફટકારવામાં 211 ઈનિંગ્સ લાગી હતી. સૌથી વધુ સદી મામલે ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 6 સદી સાથે ત્રીજા નંબર પર છે.

Next Photo Gallery