Pink ball test : પિંક બોલથી કેમ રમવામાં આવે છે ડે-નાઈટ ટેસ્ટ મેચ, જાણો આ બોલ વિશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. જે પિંક બોલથી રમાશે. આ ટેસ્ટને લઈ રોમાંચ એટલા માટે વધારે છે કે, તેની આ વાત મહત્વની છે. તો જાણો શું છે પિંક બોલની મજેદાર વાતો.
1 / 5
પર્થમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચની સફળતાને ભૂલી ટીમ ઈન્ડિયા હાલમાં બીજી ટેસ્ટ પર ધ્યાન આપી રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરના રોજ શરુ થશે. જે ડે નાઈટ રમાશે. જેમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે.
2 / 5
ક્રિકેટના ઈતિહાસમાં 23મી વખત પિંક બોલ ટેસ્ટ મેચ રમાશે પરંતુ રસપ્રદ વાત એ છે કે, જેને જાણી તમે ચોંકી જશો. કારણ કે, 22 પિંક બોલ ટેસ્ટનું પરિણામ આવ્યું છે એટલે કે, એક પણ વખત પિંક બોલ ટેસ્ટ મેચ ડ્રો રહી નથી.
3 / 5
મહત્વની વાત તો એ છે કે, 22 પિંક બોલ ટેસ્ટમાંથી 5 ટેસ્ટ મેચ એવી રહી છે જે 5 દિવસ સુધી રમાય છે. 2 ટેસ્ટનું પરિણામ તો માત્ર 2 દિવસમાં આવી ગયું હતુ. ભારત એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સાથે પિંક બોલ ટેસ્ટ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમ પિંક બોલ ટેસ્ટની સૌથી અનુભવી ટીમ છે. એકમાત્ર એવી ટીમ છે જેમણે 10 થી વધારે ટેસ્ટ રમી છે.
4 / 5
ટેસ્ટ ક્રિકેટ સફેદ જર્સીમાં રમવામાં આવે છે. એટલા માટે લાલ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. સરળતાથી બોલ જોઈ શકાય વનડેમાં રંગીન કપડાં હોય છે. એટલે સફેદ બોલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ડે-નાઈટ ટેસ્ટમાં પિંક બોલનો ઉપયોગ કરવામાં આવે છે.
5 / 5
ક્રિકેટમાં ડે નાઈટ ટેસ્ટને પિંક બોલ ટેસ્ટ કહેવામાં આવે છે. સામાન્ય ટેસ્ટ મેચમાં લાગ રંગના લેધરના બોલનો ઉપયોગ થાય છે, જ્યારે ડે નાઈટ ટેસ્ટ મેચમાં ગુલાબી રંગના લેધર બોલનો ઉપયોગ થાય છે. પિંક ટેસ્ટની જેમ પિંક બોલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.