
સાઈડ સ્ટ્રેનના કારણે જોશ હેઝલવુડ બીજી ટેસ્ટમેચમાંથી બહાર થઈ ગયો હતો.ત્યારબાદ ત્રીજી ટેસ્ટ માટે તેની વાપસી થઈ હતી. આ મેચમાં તેમણે માત્ર 6 ઓવરની બોલિંગ કરી હતી.

જેમાં 22 રન આપી એક વિકેટ લીધી હતી,હવે તેની ઈજા કેટલી ગંભીર છે તે સ્કેન બાદ જાણ થશે.જો તે ચોથી ટેસ્ટ માટે ફિટ ન હોય તો બોલેન્ડને ફરીથી પ્લેઈંગ ઈલેવનમાં બોલાવવામાં આવી શકે છે.

નીતીશ રેડ્ડી જાડેજા સાથે ક્રિઝ પર હાજર છે. રવિન્દ્ર જાડેજા અને નીતિશ રેડ્ડી વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ ચૂકી છે. આ જોડી હજુ પણ વિકેટ પર અટકી છે. મેચ રમાય રહી છે ભારતનો સ્કોર 7 વિકેટે 195 રન છે. હજુ પણ ભારતીય ટીમ 245 રનથી પાછળ છે.