IND vs BAN: 2 વર્ષમાં આ 5 ટીમો સાથે જે કર્યું તે હવે ટીમ ઈન્ડિયા દિલ્હીમાં બાંગ્લાદેશ સાથે કરશે !
દિલ્હીમાં ભારત અને બાંગ્લાદેશ બીજી વખત T20 મેચમાં સામ-સામે ટકરાશે. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ 5 વર્ષ પહેલા દિલ્હીમાં જ થઈ હતી. ભારત બાંગ્લાદેશને હરાવીને સતત સાતમી સિરીઝ પર કબજો જમાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
1 / 5
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 T20 સિરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાશે. બંને ટીમો વચ્ચે ગ્વાલિયરમાં પ્રથમ T20 મેચ રમાઈ હતી, જેમાં ભારતનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં જો ભારત દિલ્હીમાં રમાનારી બીજી મેચ જીતે છે તો તે T20 શ્રેણી જીતી લેશે.
2 / 5
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીમાં રમાનારી આ બીજી T20 મેચ પણ હશે. આ પહેલા 2019માં દિલ્હીમાં T20 મેચમાં બંને ટીમો ટકરાયા હતા, જેમાં બાંગ્લાદેશે ભારતને હરાવીને જીત મેળવી હતી. તે મેચમાં બાંગ્લાદેશે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું.
3 / 5
હવે 5 વર્ષ પછી જ્યારે બંને ટીમો ફરી T20 મેચ રમવા માટે દિલ્હીના મેદાન પર આમને-સામને ઉભી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ જૂની યાદો તાજી થઈ ગઈ હશે. તે યાદોમાંથી હિંમત લઈને, બાંગ્લાદેશ શ્રેણીમાં બરોબરી કરવા માંગશે, જ્યારે ટીમ ઈન્ડિયા તેમની સાથે તે જ કરવા માંગશે જે તેમણે 2 વર્ષમાં T20 ફોર્મેટમાં ભારતની ધરતી પર 5 ટીમો સાથે કર્યું છે.
4 / 5
હકીકતમાં વર્ષ 2022 થી અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાએ ભારતની ધરતી પર 5 ટીમો સામે 6 શ્રેણી જીતી છે. આવી સ્થિતિમાં, જો ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને પણ હરાવે છે, તો તે આ યાદીમાં સામેલ થનારી છઠ્ઠી ટીમ બની જશે અને ભારતીય ટીમ ઘરઆંગણે સાતમી શ્રેણી પર કબજો કરશે.
5 / 5
ટીમ ઈન્ડિયાએ 2022થી અત્યાર સુધી સતત પાંચ ટીમો સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને બે વખત હરાવ્યું છે. 2022માં 2-1થી અને 2023માં 4-1થી ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ સિવાય વર્ષ 2022માં ભારતે દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યું. 2023માં શ્રીલંકા અને ન્યુઝીલેન્ડને 2-1ના માર્જીનથી હરાવ્યું અને 2024માં અફઘાનિસ્તાનને 2-0થી હરાવ્યું. (All Photo Credir : PTI)
Published On - 4:20 pm, Wed, 9 October 24