આજે વડોદરામાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે પ્રથમ વનડે મેચ રમાશે
વડોદરાના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 22 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે મહિલા ટીમની 3 ક્રિકેટ મેચ રમાશે. આ પહેલા ભારતે વેસ્ટઈન્ડિઝને 3 મેચની ટી20 સીરિઝમાં 2-1થી હાર આપી છે.
1 / 5
ભારત અને વેસ્ટઈન્ડિઝની મહિલા ટીમ વચ્ચે 3 મેચની વનડે સીરિઝ 22 ડિસેમ્બર એટલે કે, આજે રવિવારથી વડોદરાના કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમમાં શરુ થશે. આ પહેલા ભારતે વેસ્ટઈન્ડિઝને 3 મેચની ટી20 સીરિઝમાં 2- 1થી હાર આપી હતી. હવે ટીમ ઈન્ડિયા વનડે સીરિઝ પોતાને નામ કરવા માંગશે.
2 / 5
ભારત અને વેસ્ટઈન્ડિઝની મહિલા ટીમ વનડેમાં 26 વખત એકબીજાનો સામનો કર્યો હતો. જેમાં ભારતે 21 વખત જીત મેળવી છે, જ્યારે વેસ્ટઈન્ડિઝે 5 વખત જીત મેળવી છે. ભારતે 2013માં બંન્ને વચ્ચે રમાયેલી છેલ્લી 9 વનડેમાં 8 મેચમાં જીત મેળવી હતી.
3 / 5
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વનડે સીરિઝની પહેલી મેચ 22 ડિસેમ્બરના રોજ , બીજી મેચ 24 ડિસેમ્બરના રોજ અને છેલ્લી અને ત્રીજી મેચ 27 ડિસેમ્બરના રોજ રમાશે.
4 / 5
આ તમામ મેચ વડોદરાના કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ 3 મેચની વનડે સીરિઝી પહેલી અને બીજી મેચનો સમય ભારતીય સમયઅનુસાર બપોરના 1 : 30 કલાકનો રહેશે. જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ સવારે 9 : 30 કલાકથી રમાશે.
5 / 5
મુંબઈના રિલાયન્સ સ્ટેડિયમ પછી કોટામ્બી સ્ટેડિયમ ભારતનું બીજું સ્ટેડિયમ છે જેમાં 400 LED બલ્બ લગાવવામાં આવ્યા છે. જેમાં ડે નાઈટ મેચ માટે 4 મોટી ફ્લડ લાઈટ લગાવવામાં આવી છે. જેમાં 400 એલઈડી બલ્બ લગાવવામાં આવ્યા છે.
Published On - 1:52 pm, Sun, 22 December 24