
આજે ઈમર્જિંગ એશિયા કપ 2024ની બીજી સેમીફાઈનલ મેચ ઈન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે રમાશે. બંન્ને ટીમનું આ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે.

આજે 25 ઓક્ટોબરના રોજ આ સેમીફાઈનલ મેચ મસ્કટના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં સાંજે 7 કલાકે રમાશે. આ માટે ટોસ અડધા કલાક પહેલા થશે.

ઈન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ ટીમ વચ્ચે સેમીફાઈનલ મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર તમે જોઈ શકો છો.

ઈન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ ટીમ વચ્ચે સેમીફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટ્સ્ટાર પર જોઈ શકો છો. તેમજ ઈમર્જિંગ એશિયા કપ તેમજ રમત-ગમતને લગતા તમામ સમાચાર ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર વાંચી શકો છો.

ટીમ ઈન્ડિયા 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ગ્રુપ ટોપમાં રહી હતી. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પોતાના ગ્રુપમાં બીજા નંબર પર રહી હતી.