IND W vs ENG W: 20 વર્ષ પછી ભારતીય મહિલા ક્રિકેટમાં આવું બન્યું, શેફાલી વર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓપનર શેફાલી વર્માની ઈંગ્લેન્ડ સામેની લોર્ડ્સ ટેસ્ટમાં નિરાશાજનક શરૂઆત રહી હતી. તે પહેલી ઈનિંગમાં ફક્ત ચાર બોલનો સામનો કર્યા પછી પેવેલિયન પાછી ફરી હતી. શેફાલી વર્માએ એક અનિચ્છનીય અને શરમજનક ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ બનાવ્યો હતો.

| Updated on: Jul 10, 2026 | 5:34 PM
1 / 5
ક્રિકેટના મક્કા ગણાતા ઐતિહાસિક લોર્ડ્સમાં નવો ઈતિહાસ રચાયો છે. પહેલીવાર આ મેદાન પર મહિલા ટેસ્ટ મેચ રમાઈ રહી છે, જેમાં ભારત અને ઈંગ્લેન્ડ એકબીજા સામે રમી રહ્યા છે. આ ઐતિહાસિક અને યાદગાર મેચમાં ભારતીય મહિલા ટીમની શરૂઆત ખરાબ રહી હતી.

2 / 5
આ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે, ભારતીય ટીમે ફક્ત ચાર રન પર જ પહેલી વિકેટ ગુમાવી દીધી. સ્ટાર ઓપનર શેફાલી વર્મા ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગઈ. તેણીએ ચાર બોલનો સામનો કર્યો પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહી.

3 / 5
આ મેચમાં શૂન્ય પર આઉટ થતાં જ શેફાલી વર્માએ એક અનિચ્છનીય અને શરમજનક ટેસ્ટ ક્રિકેટ રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 20 વર્ષમાં પહેલીવાર કોઈ ઓપનર પોતાનું ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ છે.

4 / 5
શેફાલી વર્મા ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં શૂન્ય રન પર આઉટ થનારી માત્ર પાંચમી ઓપનર છે. આ પહેલાનો સૌથી વધુ રેકોર્ડ મોનિકા સુમારાનો હતો, જે 2006માં લેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે શૂન્ય રન પર આઉટ થઈ હતી.

5 / 5
શેફાલી વર્માએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં સાત ટેસ્ટ મેચ રમી છે અને 13 ઇનિંગ્સમાં 607 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી અને એક સદીનો સમાવેશ થાય છે. (PC: PTI)

Follow Us