IND vs ENG: લોર્ડ્સમાં 22 વર્ષની ભારતીય બોલરે મચાવી તબાહી, 5 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ

લોર્ડ્સમાં રમાઈ રહેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતની યુવા ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌરે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. 22 વર્ષીય બોલરે પાંચ વિકેટ લઈને ઈંગ્લેન્ડની બેટિંગને ધરાશાયી કરી હતી. આ સાથે તે લોર્ડ્સમાં ટેસ્ટ ઈનિંગમાં પાંચ વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની, સાથે જ તેણે ભારતની દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

| Updated on: Jul 11, 2026 | 9:12 PM
1 / 5
લોર્ડ્સમાં રમાઈ રહેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતની યુવા ફાસ્ટ બોલર ક્રાંતિ ગૌરે પોતાની ઘાતક બોલિંગથી ઈંગ્લેન્ડની બેટિંગ લાઈનઅપને ભારે નુકસાન પહોંચાડ્યું.

2 / 5
22 વર્ષીય ક્રાંતિ ગૌરે એક ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી ઈતિહાસ રચ્યો. તે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ મેચની એક ઈનિંગમાં પાંચ વિકેટ લેનારી પ્રથમ મહિલા બોલર બની છે.

3 / 5
આ પ્રદર્શન સાથે ક્રાંતિએ ભારતની દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. તેણે 22 વર્ષ અને 333 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી.

4 / 5
આ પહેલા ઝુલન ગોસ્વામીએ 2005માં ઈંગ્લેન્ડ સામે 22 વર્ષ અને 361 દિવસની ઉંમરે ટેસ્ટમાં પ્રથમ વખત પાંચ વિકેટ લીધી હતી. હવે આ ભારતીય રેકોર્ડ ક્રાંતિ ગૌરના નામે નોંધાયો છે.

5 / 5
T20 શ્રેણી અને મહિલા T20 વર્લ્ડ કપમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય ટીમ માટે લોર્ડ્સ ટેસ્ટમાં ક્રાંતિ ગૌરની આ ઐતિહાસિક બોલિંગ આત્મવિશ્વાસ વધારનારી સાબિત થઈ છે. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.