ટેસ્ટ ક્રિકેટમાં 5 વિકેટ લેનાર સૌપ્રથમ ભારતીય બોલર કોણ છે ? 1932માં રચ્યો હતો ઈતિહાસ

માનવ સુથારની ટેસ્ટ કારકિર્દીની શાનદાર શરૂઆત જોઈને આજે તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. જોકે, ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક બોલરે આ સિદ્ધિનો પાયો દાયકાઓ પહેલાં નાખ્યો હતો. ડેબ્યૂ ટેસ્ટમાં જ પાંચ વિકેટ લઈને તેણે એવો રેકોર્ડ બનાવ્યો હતો, જે ભારતીય ક્રિકેટ માટે ઐતિહાસિક ક્ષણ બની ગયો.

| Updated on: Aug 20, 2026 | 6:38 PM
1 / 5
ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર મોહમ્મદ નિસાર હતા. તેમણે આ સિદ્ધિ 25 જૂન, 1932ના રોજ લોર્ડ્સ ખાતે ઈંગ્લેન્ડ સામે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં મેળવી હતી.

2 / 5
આ મેચની પ્રથમ ઇનિંગમાં નિસારે શાનદાર બોલિંગ કરતાં 93 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યા હતા.

3 / 5
નિસારે માત્ર વિદેશી મેદાન પર જ નહીં, પરંતુ ઘરઆંગણે પણ પોતાની બોલિંગનો દમ બતાવ્યો હતો. ડિસેમ્બર 1933માં તેમણે ભારતમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પ્રથમ હોમ ટેસ્ટ મેચ રમી હતી.

4 / 5
આ મેચની પ્રથમ ઇનિંગમાં પણ નિસારનું પ્રદર્શન યાદગાર રહ્યું હતું. તેમણે 90 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ રીતે તેઓ ઘરઆંગણે અને વિદેશમાં ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યા હતા.

5 / 5
ભારતીય ક્રિકેટમાં નિસારનું યોગદાન ઐતિહાસિક છે. આજે માનવ સુથાર જેવા યુવા બોલરો શાનદાર શરૂઆત કરી રહ્યા છે, ત્યારે નિસારનો આ રેકોર્ડ ભારતીય ટેસ્ટ ક્રિકેટના શરૂઆતના યુગની યાદ અપાવે છે. (PC:cricbuzz/pinterest/espn)

Follow Us
Loading...
Unable to load recommendations.