Ind vs SA : 15 મી ઓવરના આ બોલે ફિલ્ડરની એક ભૂલ અને આફ્રિકાને થયું મોટું નુકશાન, ટીમ ઈન્ડિયાની થઈ ગઈ બલ્લે બલ્લે

|

Nov 15, 2024 | 10:43 PM

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન તિલક વર્માએ પણ સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝની ચોથી મેચમાં સદી ફટકારી હતી. તેણે છેલ્લી મેચમાં પણ સદી ફટકારી હતી. તે સતત બે T20 મેચમાં સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે. આ પહેલા સંજુ સેમસને આ સિદ્ધિ મેળવી હતી. મહત્વનું છે કે આફ્રિકાના બોલરની આ ભૂલને કારણે તિલક વર્માએ 120 રન ફટકાર્યા હતા.

1 / 5
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4 મેચની T20 શ્રેણીની છેલ્લી મેચ જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય બેટ્સમેનોની વિસ્ફોટક બેટિંગ જોવા મળી હતી. છેલ્લી મેચના હીરો તિલક વર્માએ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું અને આ મેચમાં પણ સદી ફટકારી.

2 / 5
તિલક વર્માની ટી20 કારકિર્દીની આ બીજી સદી છે. છેલ્લી મેચમાં તેણે 51 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પરંતુ આ વખતે તેણે તેનાથી પણ ઓછા બોલ લીધા. તિલક વર્માએ જોહાનિસબર્ગમાં માત્ર 41 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. પોતાની સદી સુધી પહોંચવા માટે તેણે 6 ફોર અને 9 સિક્સર ફટકારી હતી. તેણે લગભગ 250ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે, આ ઈનિંગમાં પણ કેપ્ટન સૂર્યકુમાર યાદવની જગ્યાએ તિલક વર્મા બેટિંગ કરવા આવ્યા હતા.

3 / 5
વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવ T20માં ત્રીજા નંબર પર રમે છે, પરંતુ છેલ્લી બે મેચમાં તિલક વર્મા આ નંબર પર રમી રહ્યો છે અને તે બંને વખત સદી ફટકારવામાં સફળ રહ્યો છે. તિલક વર્માએ આ ઇનિંગ સાથે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. તે સતત બે T20 મેચમાં સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બની ગયો છે.

4 / 5
આ પહેલા સંજુ સેમસને આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ તે આ રેકોર્ડ બનાવનાર વિશ્વનો 5મો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા ફિલ સોલ્ટ, ગુસ્તાવ મેકોન અને રિલે રૂસો પણ ટી-20માં સતત બે સદી ફટકારી ચૂક્યા છે.

5 / 5
15 મી ઓવર કોર્ટઝિયાના પાંચમા બોલે તિલક વર્માએ બોલ હવામાં ઉછળ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાનો ફિલ્ડર કેસવ મહારાજે તિલક વર્માનો કેચ છોડ્યો હતો. આ સમયે તિલક વર્મા 75 રન પર રમી રહ્યો હતો. જોકે આ બાદ તેણે જબરદસ્ત બેટિંગ કરી આખી ઇનિંગમાં 47 બોલમાં 120 રન કર્યા હતા.    

Published On - 10:43 pm, Fri, 15 November 24

Next Photo Gallery