Rishabh Pant Wicket Controversy : 24 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા ક્લીન સ્વીપ થઈ, રિષભ પંતના વિકેટ પર થર્ડ એમ્પાયરે કર્યું ‘બ્લંડર’, જુઓ ફોટો

|

Nov 03, 2024 | 2:30 PM

મુંબઈ ટેસ્ટના ત્રીજા દિવસે રિષભ પંતેની વિકેટ બાદ બબાલ જોવા મળી હતી.એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, થર્ડ અમ્પાયરે બ્લંડર કર્યું છે. કેચની અપીલ પર તેમણે ખોટો આઉટ આપ્યો છે. પંત પણ અમ્પાયરના નિર્ણયથી નારાજ જોવા મળ્યો હતો.

1 / 5
ન્યુઝીલેન્ડની ટીમે મુંબઈ ટેસ્ટમાં પણ ઈન્ડિયાને હાર આપી છે. આ સાથે તેમણે 3-0થી સીરિઝ જીતી લીધી છે. એજાઝ પટેલ આ જીતનો સૌથી મોટો હીરો હતો. તેમણે આ મેચમાં કુલ 11 વિકેટ પોતાને નામ કરી છે. 24 વર્ષ બાદ ભારતીય ઘરેલું ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ થઈ હતી.

2 / 5
ન્યુઝીલેન્ડની ટીમે બીજી ઈનિગ્સમાં ભારત સામે 147 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ટીમ ઈન્ડિયા પુરો કરી શકી ન હતી. આખી ટીમ 121માં ઓલઆઉટ થઈ હતી. ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન રિષભ પંતના આઉટ પર ધમાલ જોવા મળી હતી.

3 / 5
મુંબઈ ટેસ્ટના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 147 રનનો ટાર્ગેટ પૂર્ણ કરવા મેદાનમાં ઉતરી હતી. 6 વિકેટે 106 રન બનાવી પણ લીધા હતા, પંત 64 રન પર આઉટ થતાં ધમાલ મચી હતી.

4 / 5
22મી ઓવર એજાઝ પટેલ કરી રહ્યો હતો. જેમાં ન્યુઝીલેન્ડની ટીમે કેચ આઉટની અપીલ કરી હતી. અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો, તો કેપ્ટન ટોમ લેથમે રિવ્યુ લીધો અને થર્ડ અમ્પાયરે ચેક કર્યું તો આ દરમિયાન પંતનું બેટ પેડને સ્પર્શી રહ્યું હતું.

5 / 5
ટીમ ઈન્ડિયાની બેટિંગ સામન્ય રીતે મજબુત માનવામાં આવે છે પરંતુ મુંબઈ ટેસ્ટની બીજી ઈનિગ્સમાં ભારતીય ટીમ નબળી જોવા મળી હતી. પંત 64 રન બનાવી આઉટ થયો હતો. તમને જણાવી દઈએ કે, માત્ર 3 બેટ્સમેનને ડબલ આંકડાનો સ્કોર કરી શક્યા હતા. 8 બેટ્સમેન 10 રનથી વધારે રન બનાવી શક્યા ન હતા.

Published On - 2:29 pm, Sun, 3 November 24

Next Photo Gallery