
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડે ભારતને 252 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવી શકી.

છેલ્લી પાંચ ઓવરમાં ૫૦ રન બન્યા, જેના કારણે ન્યુઝીલેન્ડ આ આંકડા સુધી પહોંચી શક્યું. આમાં સૌથી મોટો ફાળો માઈકલ બ્રેસવેલે આપ્યો.

તેણે પોતાની વનડે કારકિર્દીની પહેલી અડધી સદી ફટકારી. બ્રેસવેલે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રનની અણનમ ઇનિંગ રમી આ દરમ્યાન અનેક વાયરલ ગર્લ ટ્રેન્ડિંમાં હતી.

આ ઉપરાંત ડેરિલ મિશેલે 63 રન અને ગ્લેન ફિલિપ્સે 34 રન બનાવ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી.

આ દરમિયાન, જાડેજાને એક વિકેટ મળી. શમીએ એક વિકેટ લીધી અને એક ખેલાડી રન આઉટ થયો. (All Image - jiohotstar)
Published On - 7:27 pm, Sun, 9 March 25